← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચોમાસું ને નગર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાર છાંટા આભથી ને માર્ગ પર જ તળાવ છે,
ઓફિસે જાવા હવે તો ભાડથી પણ નાવ છે.

શાકની લારી તરીને ગઈ નદીની પાર, ને
આજ ભીંડા ને ટમેટાં, કેસરી શો ભાવ છે.

મચ્છરોનો ઢોલ વાગ્યો, રાતભર ગરબા થયા,
ખાટલે આખું નગર, ને ઘર ઘરે બસ તાવ છે.

નાવમાં બેસી પધાર્યા, કેમરાના ફ્લેશમાં,
પૂરમાં પણ ચૂંટણીનો કોઈ સાચો દાવ છે.

સૌ કરે છે પોસ્ટ, ફોટા, લાગણી પણ, હે ‘પરાગ’,
કોણ પૂછે ઝૂંપડીને કેટલો ત્યાં ઘાવ છે?

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #ચોમાસું #તંત્ર #ખાડારાજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #MonsoonMess #CivicNeglect #PoliticsOfFloods #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખકંકુ પગલીઆગલો લેખ →મામાનું ઘર