← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચોકમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બધે જ્ઞાનનાં ઢોલ છે ચોકમાં,
અને મૌનનાં મોલ છે ચોકમાં.

અહીં સત્યને ત્રાજવે મૂકતા,
છતાં જૂઠના તોલ છે ચોકમાં.

ગરીબી ભલે ઝૂંપડે ઝૂરતી,
વચનના નવા બોલ છે ચોકમાં.

રડે છે ઘરે બાળ ભૂખ્યું, છતાં
જુઓ જશ્ન કલ્લોલ છે ચોકમાં.

પરાગે હૃદયની ગઝલ ગાઈ, પણ
ન વેચાય, અણમોલ છે ચોકમાં!

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #બજાર #ડહાપણ #દંભ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #MarketOfWords #Hypocrisy #PricelessTruth #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખવાયરસઆગલો લેખ →અજવાળ તું