← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચિત્ર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બંગલાની ભીંત પર જે ઝૂંપડી છે ચિત્રમાં,
ગાયના ગળમાં રણકતી ટોકરી છે ચિત્રમાં.

એ ચિતારો ગામ છેડે, ઝૂંપડે બેઠો હજી,
એ જ ઘરની ભાંગલી એ ખાટલી છે ચિત્રમાં.

લાખમાં વેચ્યું, ખરીદ્યું સો રુપૈયે શેઠિયે,
ને ચિતારાની ઉદાસી છાબડી છે ચિત્રમાં.

રંગ પૂર્યા ભૂખના, ને તાપ પૂર્યો આંખનો,
એટલે જીવંત લાગે ઓઢણી છે ચિત્રમાં.

આ પરાગે શબ્દથી પણ એ જ દોર્યું ગામ, ને
સૂર્ય ઊગે, ને સવારે ટેકરી છે ચિત્રમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #ચિત્રકાર #કલા #ગરીબી #ગામડું #પરાગરતનપરા
#GujaratiGhazal #Painter #ArtAndPoverty #VillageLife #Irony #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઝંખનાઆગલો લેખ →માની આંગળીનો દીવો