← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૮૩૭૬–૮૩૯૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૮૩૭૬.
હતાં ખૂબ પુસ્તક, હતા પાઠ ઝાઝા,
ખરો પાઠ મા મૌનથી આપતી'તી.
૮૩૭૭.
નવા રંગ, ઝંડા, નવા સૂત્ર, નારા,
હતા એ જ ખાડા, હતાં એ જ ટોળાં.
૮૩૭૮.
તને જોઈ, ખીલ્યાં બધાં ફૂલ મનમાં,
ઉદાસી ખરી, પાનખર ચૂપ થઈ ગઈ.
૮૩૭૯.
પરાગે સદા ફૂલ જેવી જ રીતે
ખરીને ય આપી સુગંધી જગતને.
૮૩૮૦.
નિશાળે રજા ને ગગન ગાજતું'તું,
અમે ખાબડે કૂદતાં, ગીત ગાતાં.
૮૩૮૧.
હવે મા નથી, તો દુવા કોણ દેશે?
ઘરે ઉંબરે ‘સાચવીને જજે’ કોણ?
૮૩૮૨.
તબીબે કરી બંધ મીઠાઈ મારી,
હવે સ્વપ્નમાં ઘૂમતી બસ જલેબી.
૮૩૮૩.
મને શોધવા તીર્થ સૌમાં ભટક્યો,
હતો હું જ મુજમાં, ખબર ના પડી'તી.
૮૩૮૪.
વળાવા ખડું ગામ આખું ગલીમાં,
નગરમાં નથી કોઈ તેડે, વળાવે.
૮૩૮૫.
પરાગે સદા પ્રેમ આપ્યો, ન માગ્યો,
ઋણી ફૂલ, ભમરા, પવન સૌ થયા છે.
૮૩૮૬.
ભલે દાંત ખોટા, કમર પણ નમેલી,
હસે તું જરા, ને જવાની ફરી છે.
૮૩૮૭.
સમંદર કહે: ‘હું તરસ્યો સદાનો,’
નદીઓ ભળે, તોય ખારો જ ખારો.
૮૩૮૮.
પડોશે નવી કાર આવી, અને ત્યાં
અમારા ઘરે સ્કૂટરે શ્વાસ છોડ્યો.
૮૩૮૯.
ઘડી ભાગતી, ને અમે દોડતા'તા,
થમી જ્યાં ઘડી, ત્યાં અમે પણ ગયા'તા.
૮૩૯૦.
પરાગે સહી ઠેસ, ને મ્હેક દીધી,
જગત પૂછતું: ‘કેમ ભોળો થયો તું?’
૮૩૯૧.
વરસતાં જ વાદળ, હળે ગીત ગાયું,
બળદની ગળે ઘૂઘરીઓ ય નાચી.
૮૩૯૨.
તને યાદ છે, ઝાડ પર એક ઝૂલો?
હવે ઝાડ ક્યાં? ને હવે ક્યાં ઝુલાવે?
૮૩૯૩.
ધરી પોટલી જ્યાં સુદામે સભામાં,
થયા દ્વારકાનાથ ભીના નયનથી.
૮૩૯૪.
ઘરે રાજ એનું, રિમોટે ય એનું,
અમારા ભલે ભાગ્યમાં ઝાડુ-પોતું.
૮૩૯૫.
પરાગે ગઝલને સજાવી ઘણી, પણ
ખરી શ્રેષ્ઠ તો મા તણી એક લોરી.
– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૮૩૪૬–૮૩૭૫આગલો લેખ →છૂટા શેર ૮૩૯૬–૮૪૨૦