← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૧૧૮૦–૧૧૯૯

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૧૧૮૦.
નદી પાર કરવા હલેસાં નથી કો,
ભુજાઓ ભરોસો, ગગન આ સગું છે.

૧૧૮૧.
ઘરે દીકરો આવતાં બા હસી, પણ
ટિકિટ જેબમાં, ને જવાની હતી ત્યાં.

૧૧૮૨.
સુગંધી બની જે હવામાં વહી ગ્યો,
‘પરાગે’ કહી: એ જ સાચો મુસાફર.

૧૧૮૩.
તને જોઈ પાંપણ નમે છે જરી, ને
હૃદય ઊછળે છે સમંદર બનીને.

૧૧૮૪.
બધાં ઝાડ કાપી બનાવ્યો બગીચો,
નગરમાં હવે ઝાડ કાગળ ઉપર છે.

૧૧૮૫.
ઘણું રોઈ મા, તોય મલકી જ સામે,
અમે ના કદી જોઈ એની ઉદાસી.

૧૧૮૬.
ઝરે મેઘ ત્યાં મ્હેકતી ધૂળ ઊઠી,
અને મન ફરી બાળ થઈ દોડતું’તું.

૧૧૮૭.
લખું જ્યાં ગઝલ, ત્યાં કલમ થરથરે છે,
હશે શબ્દમાં કોઈ ભીનું સ્મરણ ત્યાં.

૧૧૮૮.
નથી દૂર તું, શ્વાસમાં તું વસે છે,
અમે શોધતા’તા તને તીર્થધામે.

૧૧૮૯.
‘પરાગે’ ગઝલની મશાલો જલાવી,
અમાસે ય જાણે ઉગાડ્યો સુધાકર.

૧૧૯૦.
અમે ફોન ખોલ્યો, કિતાબો ઉદાસી,
હવે માત્ર ઊધઈ ભણે ગ્રંથ સઘળા.

૧૧૯૧.
બળે ઝાડ તડકે, છતાં ધોમ વચ્ચે
મુસાફર ભણી છાંય ધરતું હસીને.

૧૧૯૨.
ગુલાલે ગલી લાલ, કેસર તણું જળ,
છતાં તું નથી, તો બધો ફાગ કોરો.

૧૧૯૩.
ધુમાડા વચે શ્વાસ લેવો કઠણ છે,
હવે ઓક્સિજન પણ મળે છે દુકાને.

૧૧૯૪.
અમે દીકરી સાસરે મોકલી, પણ
રહી ઢીંગલી ઓરડે એકલી ત્યાં.

૧૧૯૫.
ગયો શ્યામ, પાછળ યશોદા રડે છે,
હજી છે છલોછલ ભરેલું વલોણું.

૧૧૯૬.
ગરીબી ભણાવે સબક જિંદગીના,
નિશાળે વિના, હું થયો આજ જ્ઞાની.

૧૧૯૭.
તને યાદ કરતાં ઢળી રાત આખી,
સવારે તૃણે આંસુ ઝૂલ્યાં હતાં સૌ.

૧૧૯૮.
વચન દઈ ગયા’તા, ‘સડક થઈ જશે આ’,
હજી એકલો ત્યાં શિલાન્યાસ ઊભો.

૧૧૯૯.
ભલે બાગ સૂકો, ભલે ડાળ ખાલી,
‘પરાગે’ સ્મરણમાં સજાવી વસંતો.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૧૧૫૫–૧૧૭૯આગલો લેખ →છૂટા શેર ૧૨૦૦–૧૨૦૭