← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છોડીને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હસી ચાલી ગયા એ તો, સકળ ભંડાર છોડીને,
ન જોયું એક પણ વેળા, બધું ઘરબાર છોડીને.

હિસાબી ચોપડા બાળી, ભજે છે રામને હરદમ,
વણિકનો દીકરો ચાલ્યો, નફો-વેપાર છોડીને.

નિશાએ નીંદમાં પોઢ્યાં બધાં, જાગ્યો હતો ગૌતમ,
ગયો ચુપકે, પ્રિયા, રાહુલ, સકળ પરિવાર છોડીને.

પડી સરકાર, ને સાહેબ ભાગ્યા સૌ વિદેશે ઝટ,
કહે છે: ‘ત્યાગ છે મારો, ગયો અધિકાર છોડીને!’

પરાગે ફૂલની ડાળી તજી, ઊડ્યો હવા સાથે,
હવે સૌને મળે છે મ્હેક, એ શણગાર છોડીને.

– પરાગ રતનપરા

#ગઝલ #ત્યાગ #વૈરાગ્ય #બુદ્ધ #મુક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Renunciation #Detachment #Buddha #Liberation #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખબીજમાંઆગલો લેખ →કૅલેન્ડરનું ગામ