છેલ્લી ઇચ્છા
જવાનું તો છે જ.
પણ હૉસ્પિટલના
સફેદ ઓરડામાં નહીં,
નળીઓ ને મશીનોના
બીપ… બીપ… વચ્ચે નહીં.
મારે જવું છે
આંગણાના લીમડા હેઠળ,
ખાટલા પર,
બપોરની ઝોકી ખાતાં ખાતાં,
જ્યારે પત્ની
રસોડામાંથી બૂમ પાડતી હોય:
‘ચા મૂકું?’
ને હું
‘હા’ કહેવા
મોં ખોલું,
ને એ ‘હા’
પવનમાં ભળી જાય.
ચા ઠરી જાય તો વાંધો નહીં —
બસ,
છેલ્લો શબ્દ
‘હા’ હોય,
‘ના’ નહીં.
– પરાગ રતનપરા