← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છેડ ના

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રૂઝ આવી છે હવે તો, વેદનાને છેડ ના,
ભૂલ દેખાશે બધી, તું આયનાને છેડ ના.

માત કેરા પત્ર જૂના સાચવેલા ડાબલે,
વાંચતાં આંખો ભરાશે, ભાવનાને છેડ ના.

માગણીઓ કેટલી લઈ દેવળે તું જાય છે,
એ તને જાણે બધું, તું પ્રાર્થનાને છેડ ના.

રણ મહીં જીવી શકે છે જે ભરોસે આ હરણ,
એ તરસનો શ્વાસ છે, તું કલ્પનાને છેડ ના.

ખોલશે તું પાંદડી, તો ફૂલ ખીલે ના કદી,
સાંભળી લે આ પરાગે: ઝંખનાને છેડ ના.

– પરાગ રતનપરા

#ગઝલ #સંયમ #વેદના #શ્રદ્ધા #ધીરજ #પરાગરતનપરા
#GujaratiGhazal #LetItBe #HealingWounds #Faith #Patience #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતીર્થઆગલો લેખ →ભાઈબંધ