છે બધે
રામની જય બોલનારા લાખ, રાવણ છે બધે,
કોઈ સામે ના જુએ, બસ હાથ-દર્પણ છે બધે.
ભૂખથી રડતાં ગરીબો પૂછતાં, ‘ક્યાં રોટલો?’
થાળ ખાલી, મંચ પરથી માત્ર ભાષણ છે બધે.
ફ્રેન્ડ-લિસ્ટે પાંચ હજ્જર, ને પડોશી અજનબી,
આંગળીના એક ટચથી આજ સગપણ છે બધે.
જ્ઞાન ઓછું, બૂમ ઝાઝી, ચેનલે ચર્ચા ચગે,
ગાજતાં, ખખડી રહેલાં પોલ-વાસણ છે બધે.
આ પરાગે ફૂલને પૂછ્યું, ‘ઉદાસી કાં હવે?’
ફૂલ બોલ્યું, ‘મ્હેકવાનું ક્યાંય કારણ છે બધે?’
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #સમાજ #સોશિયલમીડિયા #દંભ #પરાગરતનપરા
#GujaratiGhazal #SocialSatire #Hypocrisy #SocialMedia #EmptyVessels #ParagRatanpara