← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘરવાળીનો હિસાબ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘરવાળી તો હિસાબની પાકી, પણ પોતાનો હિસાબ રાખે ના,
સૌનું ભાણું ગણી ગણી ભરતી, ને પોતાનું ભાણું ચાખે ના.

દૂધવાળાના ખાડા ગણે, ધોબીનાં ગણે કપડાં,
છોકરાંના ગણે માર્ક, ને સસરાજીનાં ચશ્માં-ચંપલ-લૂગડાં;
પોતાના ઘૂંટણનો દુખાવો ડૉક્ટર પાસે દાખે ના…
ઘરવાળી તો હિસાબની પાકી…

મેથીના ભાવ યાદ રાખે, યાદ રાખે સૌના જનમદિન,
પોતાનો જન્મદિવસ આવે, ને ભૂલી જાય એ જ દિન;
મીણબત્તી ઠારે તો ય પોતા માટે ઇચ્છા માગે ના…
ઘરવાળી તો હિસાબની પાકી…

પરાગ કહે: આ ગાંડી નહીં, એ તો ઘરની ધરી છે,
ધરી ભલે ના દેખાય, પૈડું એનાથી જ ફરે છે;
એક દી' એ થાકીને બેસે, તો ઘડિયાળ ટકટક ભાખે ના…
ઘરવાળી તો હિસાબની પાકી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમળતું નથીઆગલો લેખ →છે બધે