← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છત્રી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તને પ્રેમ કરવો
એટલે
ચોમાસામાં
છત્રી લઈને નીકળવું.

ખબર છે,
ભીંજાવાનું જ છે,
તો યે
છત્રી ખોલવી —

જેથી
તને લાગે
કે મેં
થોડો તો
પ્રતિકાર કર્યો હતો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખહપ્તેઆગલો લેખ →ચાકડે