← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છતાં પણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તને હું હૃદયમાં છુપાવું છતાં પણ,
નયનથી ઝરે છે, ભુલાવું છતાં પણ.

રિવાજો તણી ભીંત ઊંચી ઘણી છે,
અને સાથ તારો નિભાવું છતાં પણ.

નથી નામ લેતો, ન તસવીર રાખું,
ગઝલમાં તને હું બતાવું છતાં પણ.

તને હાથ મેંદી અવર નામની છે,
તને હું દુવામાં સજાવું છતાં પણ.

પરાગે બધી વાત કીધી ગઝલમાં,
નવું મૌન મનમાં જગાવું છતાં પણ.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #મજબૂરી #વિરહ #મૌનપ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #ForbiddenLove #Longing #SilentLove #Separation #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપત્રમાંઆગલો લેખ →જાગું છું