ચેનલે
સાંજ પડતાં યુદ્ધ ચાલે, ખૂબ રાડે ચેનલે,
સત્ય તો વેચાઈ ગ્યું, ને જૂઠ ભાડે ચેનલે.
ઍન્કરો સિંહો બનીને ગર્જના કરતા સદા,
પ્રશ્ન પૂછે, ઉત્તરો પ્હેલાં જ ત્રાડે ચેનલે.
ભૂખ ને મોંઘી દવાની વાત ક્યાં કરવી અહીં?
કોણ પરણી, કોણ છૂટી, રાડ પાડે ચેનલે.
સત્ય બોલ્યો તે બિચારો ઘેર બેઠો છે હવે,
ઍડ ઊભી છે સદા આ સાચ આડે ચેનલે.
આ પરાગે બંધ કીધું યંત્ર, બારી ખોલતાં,
કોણ જોતું ફૂલ ખીલ્યું સાવ વાડે, ચેનલે?
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #મીડિયા #ટીવીસમાચાર #સત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #MediaSatire #NewsChannels #TruthForSale #NoiseVsNews #ParagRatanpara