← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચીતરેલી નદી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભીંતે ચીતરેલી નદીમાં કોઈ ઝબોળે ના પાય,
મારી આંખ્યુંમાં ગામની નદીયું રેલાય.

ચિત્રે ઝૂકી વડની ડાળી, ચિત્રે ઊભી પનિહારી,
ફ્લૅટની ભીંતે ટીંગાડેલી જાણે મારી જ લાચારી;
નળમાં પાણી ગણી ગણીને આવે ને સુકાય…
મારી આંખ્યુંમાં ગામની નદીયું રેલાય.

નાની હતી ત્યાં ધૂબકા દેતી, છબછબ છાંટા ઉડાડતી,
ભીની ઓઢણી ઘાટે સૂકવી, માછલીઓને રમાડતી;
હવે નદી તો ફ્રેમે પુરાઈ, હું ય ભીંતે પુરાઉં…
મારી આંખ્યુંમાં ગામની નદીયું રેલાય.

પરાગ કહે: ચિત્રોની નદીઓ ભીંજવે ના કોઈ કાંઠો,
વહેવું હોય તો મનમાં વહેજે, તોડી નાખજે ગાંઠો;
ફ્રેમ ખૂલે ને નદી વહે, તો શહેર ય ભીનું થાય…
મારી આંખ્યુંમાં ગામની નદીયું રેલાય.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમાટીઆગલો લેખ →કોરી સાડીએ રંગ