ચકો ચાલ્યો શહેર
ચકો ચાલ્યો શહેર જોવા, ચકી બોલી: ‘ના ના!
ત્યાં તો ટાવર ઊંચા ઊંચા, નથી ઝાડ કે દાણા.’
ચકે પહેર્યાં ગૉગલ કાળાં, પીંછે ચોપડ્યું તેલ,
બસ સ્ટૅન્ડે જઈ પૂછ્યું: ‘ભાઈ, ક્યારે ઊપડે રેલ?’
કન્ડક્ટર બોલ્યો: ‘પંખીને ટિકિટ નહીં, ઊડ ને છાના!’
ચકો ચાલ્યો…
શહેર પહોંચ્યો, ધુમાડે ને હૉર્ને થઈ ગયો ઘેલો,
પીઝા જોઈ ચાંચ લંબાવી, ખાધો ઠોકર પહેલો;
મોબાઇલના ટાવર બેઠો, ભૂલી ગયો સૌ ગાણાં…
ચકો ચાલ્યો…
પરાગ કહે: ચકો પાછો આવ્યો, ચકીએ પીરસી ખીચડી,
‘શહેર જોયું?’ — ચકો બોલ્યો: ‘અહીં જ સાચી મીઠડી!
આપણો લીમડો, આપણું આંગણ, આપણાં ગીત ને ગાણાં!’
ચકો ચાલ્યો…
– પરાગ રતનપરા