← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચકલીનું ટીપું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વન બળે ને ચકલી ચાંચે ટીપું ટીપું લાવે રે,
લોક હસે: ‘આ ટીપે શું થાશે?’ ચકલી ગીત ગાવે રે.

હાથી ભાગ્યા, વાઘ ભાગ્યા, ભાગ્યા સૌ બળવાન,
નાની ચકલી નદીએ દોડે, ભૂલી પોતાના પ્રાણ;
પાંખ બળે તો ભલે બળે, એ ફેરા ફરતી જાવે રે…
વન બળે ને…

વાનર બોલ્યો: ‘ગાંડી, તારાથી ક્યાં ઓલવાશે આગ?’
ચકલી બોલી: ‘ના ઓલવાય, પણ લખાશે મારો ભાગ;
કોણ બળ્યું ને કોણ લડ્યું, એ કાળ જ નોંધી લાવે રે…’
વન બળે ને…

પરાગ કહે: ના પૂછો, ‘ટીપે આગ શું બુઝાશે?’
પૂછો: ‘વન બળતું’તું ત્યારે મારું નામ ક્યાં લખાશે?’
ટીપું ટીપું ભેગું થાય, તો ચોમાસું જ આવે રે…
વન બળે ને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપડઘોઆગલો લેખ →લગનમાં