ચકલી
ચકલી
મરે છે ત્યારે
છાપામાં સમાચાર નથી આવતા.
પણ આંગણું
બીજે દિવસે સવારે
થોડું વહેલું જાગી જાય છે,
ને પાણીનું કૂંડું
આખો દિવસ
ભરેલું જ રહે છે.
દાદીમા
ચોખાના દાણા
હથેળીમાં લઈને
થોડી વાર ઊભાં રહે છે,
પછી
પાછા ડબ્બામાં મૂકી દે છે.
શોક
એટલે
જે ખબર પડ્યા વગર
આખા ઘરને
ધીમું ચાલતું કરી દે.
– પરાગ રતનપરા