← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાની બે પ્યાલી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાંજે
ચાની બે પ્યાલી
હજી ભૂલથી
બની જાય છે.

એક ઠંડી પડી જાય છે —
તારી.

ઘડિયાળમાં છ વાગે,
ને બાલ્કનીનો તડકો
તારી ખુરશી પર
બરાબર એ જ જગ્યાએ બેસે છે
જ્યાં તું બેસતી.

તડકો પણ
ટેવ નથી છોડતો.

હું ય નહીં.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમાથાબોળઆગલો લેખ →યાયાવર