ચાંદો
નદી-કાંઠડે ઝૂલતો ડાળ ચાંદો,
શિવે શીશ ધાર્યો, ઝગે ભાલ ચાંદો.
ખલાસી ગયો રાતના દૂર દરિયે,
ન'તી એક પણ માછલી, જાળ ચાંદો.
હતી રાહ જોતી પ્રિયા એકલી ત્યાં,
હતો સાથ દેતો, ઉપર પાળ ચાંદો.
ઉતારી ધજા ચાંદ પર માનવીએ,
હવે પૂછતો જો, ધરા-હાલ ચાંદો.
પરાગે ધરી જ્યાં ગઝલ આરતીમાં,
થયો આરતીમાં નવો થાળ ચાંદો.
– પરાગ રતનપરા
#ગઝલ #ચાંદ #ચાંદની #રાત #કલ્પના #પરાગરતનપરા
#GujaratiGhazal #Moon #Moonlight #NightImagery #PoeticFancy #ParagRatanpara