બુદ્ધ
બોધિવૃક્ષ નીચે
સિદ્ધાર્થ એકલો બેઠો હતો,
ને બુદ્ધ થયો.
આજે
મેટ્રોના ડબ્બામાં,
હજારો માણસો વચ્ચે,
દરેક જણ
એકલો બેઠો છે —
કાનમાં ઇયરફોન,
આંખમાં સ્ક્રીન.
કોઈ બુદ્ધ થતું નથી.
ફરક એટલો જ છે:
એ એકાંત શોધવા
મહેલ છોડીને ગયો હતો;
આપણને
એકાંત
ઘર બેઠાં
શોધતું આવી ગયું છે.
– પરાગ રતનપરા