← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બંદગી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નાચતી મીરાં ગલીમાં, એ જ ઘેલી બંદગી,
ભેદ વિણ સૌ પર પડે, એ મેઘ-હેલી બંદગી.

રોજ માળા ફેરવે, ને રોજ ઠગતો ગામને,
દૂધ જેવાં વસ્ત્ર, ને ભીતર જ મેલી બંદગી.

ના નમાઝો, ના ભજન, ના જાપ જીવનભર કશું,
અંતમાં હોઠે હતું ‘મા’, એ જ છેલ્લી બંદગી.

રોજ ઊગે સૂર્ય, ખીલે ફૂલ, ને ગાતાં વિહગ,
સૃષ્ટિ આખી રોજ ગાતી આ નવેલી બંદગી.

આ પરાગે તો ગઝલ રૂપે કરી છે પ્રાર્થના,
આંખ ખોલી ત્યારથી મારી પહેલી બંદગી.

– પરાગ રતનપરા

#ગઝલ #બંદગી #ભક્તિ #મીરાં #દંભ #પરાગરતનપરા
#GujaratiGhazal #Devotion #SufiSpirit #Meera #TrueWorship #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખરાખજેઆગલો લેખ →મારો દેશ