ભુલાયું નહીં
હજી કોઈ ઝાંઝર ભુલાયું નહીં,
વતન, ગામ, પાદર ભુલાયું નહીં.
ઘણાં ચંદ્રકો, ને ઘણાં માન-પાન,
છતાં એક દફતર ભુલાયું નહીં.
ભલે ફ્લેટ ઊંચો ગગન લગ થયો,
પિતાનું ય ખેતર ભુલાયું નહીં.
ઘણાં તીર્થ ન્હાયો, ઘણાં ઘાટ પર,
ગલી પાસ સરવર ભુલાયું નહીં.
પરાગે ખરી સૌ ગુમાવ્યું, છતાં
મને ફૂલ-ભીતર ભુલાયું નહીં.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્મૃતિ #વતન #બાળપણ #મૂળ #પરાગરતનપરા
#GujaratiGhazal #Memories #Homeland #ChildhoodDays #Roots #ParagRatanpara