← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભૂરું પતંગિયું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સિગ્નલ લાલ થયો.
ગાડીઓ થંભી.

એક છોકરો
ફુગ્ગા વેચતો વેચતો
અચાનક દોડ્યો —
ગાડીઓની વચ્ચેથી
એક ભૂરું પતંગિયું
ઊડતું હતું.

હાથમાંથી ફુગ્ગા છૂટી ગયા,
આકાશ તરફ.
શેઠની ગાળ,
હૉર્નનો ઘોંઘાટ,
લીલો થયેલો સિગ્નલ —
કશું સંભળાયું નહીં.

એ એક ક્ષણ પૂરતો
એ ગરીબ નહોતો,
ફેરિયો નહોતો,
ફક્ત
બાળક હતો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસોસાયટીઆગલો લેખ →બાપુ વડલો