← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભૂલી જવું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સવારે જ અંધાર ભૂલી જવું,
ઉઘડતાં જ અખબાર, ભૂલી જવું.

ગજાવી સભા, વાયદા જે કરે,
પછી જીત, સરકાર ભૂલી જવું.

હતું ઘર પિયરનું, બધું છોડ, ને
પિયરનો ય શણગાર ભૂલી જવું.

થયો જે સહારો, ગયો એ ય પણ,
છડીનો ય આધાર ભૂલી જવું.

પરાગે ઘણું યાદ રાખ્યું, હવે
ઘડીમાં જ સંસાર ભૂલી જવું.

– પરાગ રતનપરા

#ગઝલ #ભૂલવું #વિસ્મૃતિ #વિદાય #વૈરાગ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #ArtOfForgetting #LettingGo #Farewell #Detachment #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમાળો ને આકાશઆગલો લેખ →ઝૂંપડું