ભૂલમાં
જિંદગી આખી વહી ગઈ ચાહવાની ભૂલમાં,
શેષ ગઈ એ ભૂલને બસ ભૂલવાની ભૂલમાં.
એક ઘર બાંધ્યું હતું રેતી ઉપર મેં પ્રેમથી,
ને પછી દરિયો ય આવ્યો ભેટવાની ભૂલમાં.
‘આવશું સાંજે’ કહી તેં, સાંજ સો વીતી, અને
આયખું વીત્યું બધું એ માનવાની ભૂલમાં.
મંદિરે, મસ્જિદ મહીં, ગિરનારની ટોચે ગયો,
ને હતો ભીતર જ તું, હું શોધવાની ભૂલમાં.
ફૂલ જેવું દિલ પરાગે સૌ પવનમાં વેરિયું,
લોક બોલ્યા: ‘એ ગયો છે આપવાની ભૂલમાં!’
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #ભૂલ #પ્રતીક્ષા #સમર્પણ #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveAndMistakes #Waiting #SelfSurrender #InnerSearch #ParagRatanpara