← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભોળા, તને શું ધરું?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભોળા, તને શું ધરું? તું તો સ્મશાને રહેનાર,
રાખ ચોળી ને નાગ પહેરી બેઠો જગ-આધાર.

ગંગા તારી જટામાં, ને ચંદ્ર તારે ભાલ,
હું શું લાવું દૂધ-પતાસાં? તું જ છે સૌનો માલ;
એક બીલીપત્ર ભાવે ધરું, તું કરે બેડો પાર…
ભોળા, તને…

સૌ દેવ અમૃત પીવા દોડ્યા, તેં પીધું વિષ-ઝેર,
નીલકંઠ થઈ ઊભો રહ્યો, જગને દીધી મ્હેર;
ઝેર પચાવી મીઠું બોલે, એ જ સાચો શણગાર…
ભોળા, તને…

પરાગ કહે: તારા ડમરુએ જાગ્યા સઘળા સ્વર,
તાંડવમાં તું તોડે, ત્યારે જ ઊગે નવું અંકુર;
ભીતર મારા ‘હું’ને બાળ, તો ઊઘડે કૈલાસ-દ્વાર…
ભોળા, તને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખવેચાઈ ગઈઆગલો લેખ →રોટલી