ભોળા શંભુ
ભોળા શંભુ, ભસ્મ લગાવી બેઠા કૈલાસે રે,
જે માગે એને આપી દો, રહો પોતે અભાવે રે.
ગંગા ઝીલી જટામાં, તોય તરસ્યા રહ્યા કંઠે,
વિષ પીધું સંસાર કાજે, નીલું રહ્યું કંઠે;
અમૃત સૌને વહેંચ્યું, ને ઝેર રાખ્યું પાસે રે…
ભોળા શંભુ…
રાવણે માગી લંકા, દીધી સોનાની નગરી,
ભસ્માસુરને વર દીધો, ભાગ્યા વાટ પકડી;
ભક્તને માથે હાથ મૂકો, તો ભૂલી જાઓ શ્વાસે રે…
ભોળા શંભુ…
પરાગ કહે: હે નાથ, મારે સોનું કે લંકા ના જોઈએ,
થોડુંક તમારા જેવું દિલ દો, તો બીજું શું જોઈએ;
ઝેર પી જાણું હસતાં હસતાં, એ જ માગું શ્વાસે રે…
ભોળા શંભુ…
– પરાગ રતનપરા