← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દીકરીનો ઓરડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીકરી ગઈ સાસરે, ને ઓરડો રહ્યો સૂનો રે,
અરીસો પૂછે, ‘ક્યાં ગઈ પેલી મારી ચાંદની?’ રે.

ખીંટીએ લટકે દુપટ્ટો, ને ટેબલે ખુલ્લી ચોપડી,
બારીએ સૂકાતી તુલસી, ને બંગડી તૂટેલી પડી;
પલંગ પર એની ઢીંગલી હજી ઊંઘે છે ગુપચુપ…
દીકરી ગઈ…

બા એના કબાટે જઈને કપડાં વાળે રોજ,
બાપુ બહારથી કડક, પણ અંદરથી મીણની મોજ;
સાંજે ફોન ના આવે તો આખું ઘર થઈ જાય ચૂપ…
દીકરી ગઈ…

પરાગ કહે: આ ઓરડો નથી, એ તો છે વહાલનો માળો,
ચકલી ઊડી ગઈ, પણ એનો ટહુકો રહ્યો ઉજાળો;
દીકરી જાય ત્યાં દીવો કરે, ને અહીં મૂકતી જાય ધૂપ…
દીકરી ગઈ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખભોળા શંભુઆગલો લેખ →શાંતિ મંત્રણા