← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભેરુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારો ભેરુ ભણ્યો ભેગો, આજ મોટો સાહેબ થ્યો,
હું તો રહ્યો ગામડે ખેડુ, એ તો શહેરે જઈ વસ્યો.

વરસો પછી હું મળવા ચાલ્યો, ઝોળીમાં બાંધી મગફળી,
મોટા બંગલે ઊભો દરવાન, પૂછે: ‘કોણ તું? ક્યાંથી ચડી?’
મનમાં થયું: ‘ભૂલી ગ્યો હશે’, પગ પાછો મેં વાળ્યો…
મારો ભેરુ…

ત્યાં તો બારીએથી દીઠો, દોડ્યો ઉઘાડે પગે,
‘અલ્યા, તું!’ કહીને ભેટ્યો, આંસુ આવ્યાં બેય નયણે;
મગફળી ખોલી બેઉ બેઠા, નિશાળનો જમાનો જાગ્યો…
મારો ભેરુ…

પરાગ કહે: આ કૃષ્ણ-સુદામા આજે ય ક્યાંક જીવે,
મૈત્રી ન જુએ મહેલ-ઝૂંપડી, એ તો હૈયાં સીવે;
ધન તો આવે, જાય, પણ સાચો ભેરુ અમર રહ્યો…
મારો ભેરુ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસોનાનું પાંજરુંઆગલો લેખ →ફૂલ જેવું જીવીએ