← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભીંત પર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાવ ઝાંખી છે છબી ને એક જાળું ભીંત પર,
ને તિરાડે ઘાસ જેવું કોઈ ડાળું ભીંત પર.

ઘર ગયું વેચાઈ, સૌ ચાલ્યાં ગયાં પરદેશમાં,
બારણે ઝૂલે હવે બસ એક તાળું ભીંત પર.

બાળપણમાં ચોકથી મેં એક ઘર દોર્યું હતું,
આજ પણ એ ચિત્ર લાગે છે રુપાળું ભીંત પર.

ફ્રેમની પીઠે ઘણાં વર્ષો સુધી ચકલી રહી,
સાવ ખાલી ઘર હવે એનું નિરાળું ભીંત પર.

આ પરાગે ભીંતને પૂછ્યું: ‘હજી શું આપણું?’
ભીંત બોલી: ‘દીપ બાનો, મેશ કાળું ભીંત પર.’

– પરાગ રતનપરા

#ગઝલ #ઘર #ભીંત #સ્મૃતિ #વતન #પરાગરતનપરા
#GujaratiGhazal #OldHouse #WallsRemember #Nostalgia #Homeland #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનાગપાંચમઆગલો લેખ →શું કરો?