ભીંત
બાપના આંગણ વચોવચ ભીંત ઢાળી આપણે,
બે અલગ ચૂલા, અબોલા-રીત પાળી આપણે.
એક થાળીમાં જમીને એક ખાટે ઊંઘતા,
એ બધી યાદો હવે ચૂલે જ બાળી આપણે.
બા હવે છ-છ માસના વારે રહે છે બેઉમાં,
મા તણી મમતા ય વારામાં જ વાળી આપણે.
કોર્ટમાં તારીખ પડતી, ને વકીલો મલકતા,
બાપના નામે ય બોલી ત્યાં ઉછાળી આપણે.
ભીંતમાંથી એક પીપળ આજ ફૂટ્યો છે, ‘પરાગ’,
મૂળ એનાં એ જ, જેને રોજ ટાળી આપણે.
– પરાગ રતનપરા
#ગઝલ #ભાઈ #વહેંચણી #સંયુક્તકુટુંબ #મા #પરાગરતનપરા
#GujaratiGhazal #Brothers #DividedHome #FamilyFeud #AgedMother #ParagRatanpara