← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભીંજાવાનું ગીત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વરસાદ આવ્યો ને વાલમ આવ્યો, બેય સંગાથે આવ્યા,
એક ભીંજવે ધરતીને, ને બીજો મારા પાંદડાં ધ્રુજાવ્યા.

ઓસરીએ હું ઊભી'તી, ને આંગણે એ ઊભો,
વચમાં વરસે મેહુલિયો, જાણે પ્રેમનો કૂવો;
‘અંદર આવો’ કહેતાં મારાં હોઠ હજી શરમાયા…
વરસાદ આવ્યો…

છત્રી એની ઊંધી વળી ને પાઘડી ભીંજાઈ,
હું હસી પડી, ને એની આંખે વીજળી ઝબકાઈ;
ચૂલે મૂકેલી ચા ઊભરાઈ, ને મેં ભજિયાં તળાવ્યાં…
વરસાદ આવ્યો…

પરાગ કહે: આ વરસાદમાં કોઈ કોરું ના રહે,
ધરતી, ઝાડ, ને પ્રેમી હૈયાં, સૌ ભીનાં થઈ વહે;
આભે આજે ધરતીને સઘળાં વચનો પાળ્યાં…
વરસાદ આવ્યો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખતો એ જ છેઆગલો લેખ →છાતીમાં દરિયો