← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભરોસો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતો કાચ જેવો, ઘવાયો ભરોસો,
હવે ક્યાં રહે એ સવાયો ભરોસો?

ઘણાં વર્ષ લાગ્યાં કમાવા અમોને,
ગયો એક પળમાં કમાયો ભરોસો.

મને દુશ્મનોનો નથી ડર જરાયે,
ડરાવે મને તો પરાયો ભરોસો.

હજી એક દીવો બળે ઝૂંપડીમાં,
અને આભમાં છે છવાયો ભરોસો.

પરાગે સુગંધો હવાને જ સોંપી,
પવનમાં હવે તો સમાયો ભરોસો.

– પરાગ રતનપરા

#ગઝલ #ભરોસો #વિશ્વાસ #દગો #આશા #પરાગરતનપરા
#GujaratiGhazal #Trust #Betrayal #Faith #Hope #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઓળખઆગલો લેખ →બપોરે