ભરોસો
હતો દીવડાને પવન પર ભરોસો,
અને મેં ય રાખ્યો વચન પર ભરોસો.
તિરાડો ધરામાં, ન દાણો ઘરે, પણ
કિસાનો કરે છે ગગન પર ભરોસો.
સભા મંચ પરથી પ્રધાને રડીને,
પ્રજાને થયો ત્યાં નયન પર ભરોસો.
નથી છત, નથી ગોદડી, ઠંડ ભારે,
હવે રંકને બસ કફન પર ભરોસો.
‘પરાગે’ ઘણા ગ્રંથ ફેંદ્યા, ફરીને
મને આખરે છે કવન પર ભરોસો.
– પરાગ રતનપરા
#ગઝલ #ભરોસો #શ્રદ્ધા #ખેડૂત #ગરીબી #પરાગરતનપરા
#GujaratiGhazal #Trust #FaithInRain #PoliticalTears #PoetryAsRefuge #ParagRatanpara