ભરવાડણ
ભોળી ભરવાડણ મટકી લઈ હાલી વેચવા દહીં,
મટકીમાં તો માધવ બેઠો, દહીં તો મળ્યું નહીં!
ગામને ચોરે બૂમ પાડી, ‘લ્યો કોઈ દહીં-છાશ’,
મટકીમાંથી વાંસળી વાગી, થંભ્યો આખો શ્વાસ;
વેપારી સૌ ભૂલ્યા ત્રાજવાં, ભૂલ્યા સઘળું અહીં…
ભોળી ભરવાડણ…
કોઈ કહે, ‘આ મોંઘું વેચે’, કોઈ કહે, ‘લઈ જાઉં’,
ભરવાડણ બોલી, ‘આનો ભાવ? હૈયું આપો, ભાઉ!’
સોનું-રૂપું ધરે સૌ, પણ હૈયું ધર્યું ન કહીં…
ભોળી ભરવાડણ…
પરાગ કહે: આ વેપાર એવો, જેમાં નફો ખોટ,
જેણે વેચ્યું ખુદને, એને મળ્યો માધવ-કોટ;
ખાલી મટકી લઈને પાછી, મલકે છે એ સહી…
ભોળી ભરવાડણ…
– પરાગ રતનપરા