કાચનો
આ નગર લોખંડનું, ને હું બનેલો કાચનો,
એક ઠોકર, ને તિરાડો, હું ઘડેલો કાચનો.
સૌ જુએ છે આરપારે, તોય ઓળખતું નથી,
ઝાંખ પડતાં, હું ય ધુમ્મસથી મઢેલો કાચનો.
ગામની બારી હતી, જ્યાં આભ આખું ઊતરે,
ફ્લેટમાં તો ભીંત પર બસ એ જડેલો કાચનો.
કોઈ પથ્થર જો ઉછાળે, ચૂર થઈ ને હું ઝગું,
સૂર્ય લઈ કરચે કરચ, હું તો ભરેલો કાચનો.
આ પરાગે તો ઉઘાડ્યા છે બધા દરવાજ, પણ
તોય વચ્ચે એક પડદો છે પડેલો કાચનો.
– પરાગ રતનપરા
#ગઝલ #સંવેદના #નગરજીવન #નાજુકમન #એકલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #FragileSoul #CityLife #Sensitivity #InvisibleWalls #ParagRatanpara