← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભણતી દીકરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીકરી મારી ભણવા ચાલી, દફતર ઝૂલે કાળું,
ગામ ઊભું જોતું રહ્યું ને ઊગ્યું નવું અજવાળું.

દાદી બોલી: ‘છોરીને શું ભણવું? શીખે ઘરની રીત’,
બાપુ બોલ્યા: ‘એના હાથે લખાશે નવું ગીત’;
પાટી-પેન લઈ ઊપડી, ખોલ્યું સપનાનું તાળું…
દીકરી મારી…

પહેલે નંબરે પાસ થઈ, ને છાપે નામ છપાયું,
એ જ દાદીએ ગામ આખામાં હરખે હરખે ગાયું;
‘મારી પૌત્રી!’ કહેતાં એનું મુખડું થયું રૂપાળું…
દીકરી મારી…

પરાગ કહે: જે ઘરમાં દીકરી ભણે, ત્યાં દીવા બળતા,
એક દીકરી ભણે તો સાત પેઢીના અંધારા ટળતા;
ભણતી દીકરી, ઝળહળ જીવતર, આંગણ આખું ઉજાળું…
દીકરી મારી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઅહમઆગલો લેખ →રામજી