← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભગવાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રેશમી ભગવાં પહેરી, હાથમાં માળા ધરી,
ને ધરમની હાટડીમાં, લાખ પેટી સંઘરી;
ભક્તની ભીડે ચડાવ્યા ફૂલ, સોનું, ને રતન,
ઈશ દરવાજે ભિખારી, હાથ ઝોળી પાથરી.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખબાગમાંઆગલો લેખ →અચાનક