← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભાઈબંધ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એ ય ભાઈબંધ, સાંભરે છે તને આપણી નિશાળ?
આંબલીનાં કાતરા ને તૂટેલી પાટીની પાળ…

એક જ કંપાસ, એક જ ટિફિન, એક જ સાઇકલ બેઉ,
માસ્તર મારે તને, તો રડતો મારે ઘેર હું;
પરીક્ષાના પેપરમાં પણ જવાબ સરખા ભાળ…
એ ય ભાઈબંધ…

તું ગયો પરદેશ ને હું અહીં ઑફિસના ઢગલે,
વૉટ્સઍપ પર ‘હૅપી બર્થડે’, મળવું ક્યાં હવે પગલે?
વર્ષે એક દિ’ ફોટો લાઇક કરીએ, એટલી સંભાળ…
એ ય ભાઈબંધ…

પરાગ કહે: આ દોસ્તી તો આંબલીનું ઝાડ,
વરસો વીતે, ડાળ ઘરડી, તોય ખાટો-મીઠો લાડ;
એક દિ’ આવ, પાછા બેસીએ પેલી પાળની પાળ…
એ ય ભાઈબંધ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆંજણઆગલો લેખ →તું શીખવે