← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બેખબર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ ઝાંપે આવ-જા કરતી સહેલી બેખબર,
હું પલળતો જ્યાં, વરસતી એ જ હેલી બેખબર.

મિત્રને મેં વાત કીધી, ગામ આખું જાણતું,
માત્ર એ જાણે નહીં, મારી જ બેલી બેખબર.

થડ બની ઊભો હતો વરસો સુધી હું, તોય એ
ના ચડી મારા સુધી એ ફૂલવેલી બેખબર.

ગામમાં શરણાઈ વાગી, ને વળાવી દીકરી,
આંખ મારી રોઈ, ને ચાલી નવેલી બેખબર.

આ ‘પરાગે’ મ્હેક વેરી આયખું એની ગલી,
તોય એ તો ફૂલ જેવી સાવ ઘેલી બેખબર.

– પરાગ રતનપરા

#ગઝલ #એકતરફીપ્રેમ #મૂંગોપ્રેમ #વિદાય #ઝુરાપો #પરાગરતનપરા
#GujaratiGhazal #OneSidedLove #SilentLove #Unaware #Heartache #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઘડિયાળઆગલો લેખ →હું