બીજી ઓક્ટોબર
રાજઘાટે ફૂલ મૂકી, કૅમરે સૌ મલકતા,
ને પછી ખાદી ઉતારી, સૂટમાં સૌ ચમકતા;
બેંક ને શાળા, કચેરી બંધ, ઘર ઘર મોજ છે,
એક ખૂણે બાપુ-ચશ્માં, આંસુ એમાં ટપકતા.
– પરાગ રતનપરા
રાજઘાટે ફૂલ મૂકી, કૅમરે સૌ મલકતા,
ને પછી ખાદી ઉતારી, સૂટમાં સૌ ચમકતા;
બેંક ને શાળા, કચેરી બંધ, ઘર ઘર મોજ છે,
એક ખૂણે બાપુ-ચશ્માં, આંસુ એમાં ટપકતા.
– પરાગ રતનપરા