← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આપણે જીતશું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભલે દુકાળ પડે, ભલે ધરતી ફાટે, આપણે જીતશું રે,
આંસુ વાવી પરસેવે સીંચી, ધરતી સોને ચીતરશું રે.

કૂવે તળિયાં દેખાયાં ને ઢોર ઊભાં છે ભૂખ્યાં,
વાદળ આવ્યાં, ગાજ્યાં, ને પાછાં ખાલી હાથે રૂઠ્યાં;
તોય હળની અણીએ આશા ધરતીમાં રોપીશું રે…
ભલે દુકાળ…

છોકરાંઓની ફી બાકી, ને વહુનાં ઘરેણાં ગીરો,
માથે કરજ, પણ છાતી કાઢી ઊભો ગામનો હીરો;
રાત ભલે લાંબી, સવારે સૂરજ ખેંચી લાવશું રે…
ભલે દુકાળ…

પરાગ કહે: આ માટીનો માણસ હારે નહીં રે હાર,
પડે, ઊઠે, ને ફરી વાવે, એ જ એનો શણગાર;
એક દી’ મેહુલો ગાશે, ને ખેતરે ગીતો ગાશું રે…
ભલે દુકાળ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખબીજી ઓક્ટોબરઆગલો લેખ →ડૂમો