← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બે કપ ચા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીકરી
સાસરે ગઈ એ દિવસે
ઘરના અરીસાએ
ચહેરો જોવાનું બંધ કરી દીધું.

ઓરડાની ભીંતો
એની ખીંટીઓ ગણતી રહી,
જ્યાં ક્યારેક દુપટ્ટા ઝૂલતા.

બાપે કશું કહ્યું નહીં,
બસ રોજ સાંજે
બે કપ ચા મુકાવે છે.

એક પોતે પીએ છે,
બીજો
ઠંડો થવા દે છે —
જાણે કોઈ હજી
‘પપ્પા, થોડી ખાંડ ઓછી’
કહેવાનું હોય.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમારો ગોવાળિયોઆગલો લેખ →ઓસરી