← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બસની બારીએ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લાંબી લાંબી સફર હતી, ને સૂની સૂની બારી,
તું બેઠી ને સફર બની ગઈ ફૂલે મ્હેકી ક્યારી!

ખડખડ ચાલે ગામડિયાળી બસ, ને ધૂળ ઊડે,
તારી ચૂંદડીનો છેડલો મારા ખભ્ભે આવી બૂડે;
‘માફ કરો’ તેં કીધું, ને મેં હસી દીધું લાચારી…
લાંબી લાંબી સફર…

વળાંક આવ્યો, ઝોલો આવ્યો, તેં ઝાલ્યો મારો હાથ,
કંડક્ટર બોલ્યો ‘ટિકિટ!’, ત્યાં તો છૂટી ગયો સાથ;
પણ સ્ટેશન તો કોઈ ન આવ્યું, રાત ગઈ અંધારી…
લાંબી લાંબી સફર…

પરાગ કહે: આજે બે ખુરશી ઓસરીએ ઝૂલે,
એ જ બસનો ખખડાટ હજીયે પૌત્ર-પૌત્રી બોલે;
જીવન આખું વીતી ગયું એ એક બસની બારી…
લાંબી લાંબી સફર…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખડૂમોઆગલો લેખ →હૈયેથી ગાજે