બસ થયું
એક ઘર, એક ચા, આંગણું, બસ થયું,
નીંદમાં મલકતું પારણું બસ થયું.
આભ માગ્યું હતું, ચાંદ માગ્યો હતો,
આખરે માતનું ઓઢણું બસ થયું.
સાંજ પડતાં ઘરે કોઈ જોતું હશે,
આંખ જેવું જ આ બારણું બસ થયું.
પોષની રાતમાં મિત્ર બે ચાર હો,
ને હથેળી તપે, તાપણું બસ થયું.
આ જગતમાં બધું ખોળતો’તો પરાગ,
અંતમાં ફૂલ પર ચાંદણું બસ થયું.
– પરાગ રતનપરા
#ગઝલ #સંતોષ #નાનુંસુખ #ઘર #મિત્રતા #પરાગરતનપરા
#GujaratiGhazal #SimpleJoys #Contentment #HomeSweetHome #LittleHappiness #ParagRatanpara