← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બસ આટલું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આપણા સંબંધમાં છે આંગણું બસ આટલું,
હું અહીં, તું ત્યાં, વચે છે બારણું બસ આટલું.

થરથરે છે રાત આખી ઓરડે આ એકલી,
યાદનું ટમટમ થતું એ તાપણું બસ આટલું.

ઊકળે છે દર્દ આખું કાળજાના પાત્રમાં,
હોઠ પર મેં હાસ્ય કેરું ઢાંકણું બસ આટલું.

ગામ આખું વાત કરતું, ને નજર સૌ વેધતી,
એ જ કારણ, શીશ પર છે ઓઢણું બસ આટલું.

આ પરાગે પ્રેમનો દરિયો કદી ચાહ્યો હતો,
હાથમાં આવ્યું ફકત આ પારણું બસ આટલું.

– પરાગ રતનપરા

#ગઝલ #સંબંધ #અંતર #વિરહ #અધૂરોપ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Relationship #Distance #UnfulfilledLove #Separation #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખગાજ્યો મેહઆગલો લેખ →અમસ્તું