← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગાજ્યો મેહ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગગને ગાજ્યો મેહ, ને ધરતી ઝીલે ધાર,
સાયબો ગ્યો પરદેશ, મારે હૈયે અંધાર.

વીજળી ચમકે વાદળે, જાણે તલવાર તાણ,
એકલ ઓરડે ઝબકું હું, ધ્રૂજે મારા પ્રાણ;
મોર ટહુકે મેડીએ, ને મારે મૂંગો સાર…
ગગને ગાજ્યો મેહ…

ખેતર લીલાં ઝૂલતાં, ઝૂલે ડાળે ઝાડ,
ઝૂલો બાંધ્યો આંબલે, પણ ઝૂલાવે કોણ લાડ?
સખીઓ ગાતી કજરી, મારે આંસુની ધાર…
ગગને ગાજ્યો મેહ…

પરાગ કહે: આ મેહ તો વરસી વરસી જાય,
પણ વિરહની આગ તો પાણીથી ક્યાં ઓલાય?
પિયુ આવે એ દી’ સાચો ચોમાસાનો તહેવાર…
ગગને ગાજ્યો મેહ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખતિરાડઆગલો લેખ →બસ આટલું