← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બપોરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઝગે ડાળ ડાળે ગુલાલો બપોરે,
ધખે સૂર્ય, તોયે મશાલો બપોરે.

ઘરે ચૂપ સૌ, બંધ બારી-કમાડો,
મજૂરો જ પૂછે સવાલો બપોરે.

વહે સ્વેદ, માથે તગારું ઉપાડી,
હસે કોઈ બાળક નિરાલો બપોરે.

કરે સૂર્ય ચોકી, હવા પણ અટકતી,
ઘરે ઘેન, જાગે ખયાલો બપોરે.

પરાગે ય માંગ્યો ન છાંયો કદી પણ,
થયો તાપ તોયે વહાલો બપોરે.

– પરાગ રતનપરા

#ગઝલ #ગુલમહોર #ઉનાળો #બપોર #મજૂર #પરાગરતનપરા
#GujaratiGhazal #Gulmohar #SummerNoon #Labourers #Heatwave #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઅંજનીનું હાલરડુંઆગલો લેખ →હોત જો