← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બપોર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મે મહિનાની બપોર છે.
સડકો ઓગળે છે,
પંખીઓ ઝાડની છાયામાં
ચાંચ ખુલ્લી રાખી હાંફે છે.

ને હું
તારું નામ બોલું છું.

મારા હોઠ દાઝે છે —
સૂરજથી નહીં,
તારા નામના
એકેક અક્ષરથી.

લોકો કહે છે:
‘આટલા તાપમાં બહાર ન નીકળ.’

એમને શું કહું?
જે અંદર સળગે છે
એને બહારનો તડકો
ઠંડક જેવો લાગે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકાનો આજે આવે તોઆગલો લેખ →રોજ સાંજે