બન્યો છું
હતો તણખો, પવન સાથે ભળી, હું આગ બન્યો છું,
હતો ટહુકો જરા ઝીણો, હવે હું રાગ બન્યો છું.
હતું બસ બીજ ધૂળે, ને નજરમાં ક્યાંય ન્હોતું એ,
ખમી વરસાદ, તડકો ને, હવે આ બાગ બન્યો છું.
હતો સેવક, ધરી ખાદી, સભામાં પ્હોંચતાંવેંત જ
મળી ખુરશી, પછી ફૂંફાડતો હું નાગ બન્યો છું.
હતો કોરો સદાનો હું, ન રંગાયો કદી ક્યાંયે,
તમે છાંટ્યો ગુલાલે એમ, કે હું ફાગ બન્યો છું.
પરાગે ખૂબ ચાહ્યું, ફૂલ થઈ મ્હોરું, મહેકું, પણ
હવે હું બાગનો નાનો અમસ્તો ભાગ બન્યો છું.
– પરાગ રતનપરા
#ગઝલ #રૂપાંતર #જીવનયાત્રા #વિકાસ #નમ્રતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Transformation #BecomingSelf #Growth #PoliticalIrony #ParagRatanpara